સુરતમાંથી પરિવારને હચમચાવી નાખે એવી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. હજીરા-મોરા ટેકરા વિસ્તારમાં ત્રણ વર્ષના નિર્દોષ બાળકનું ખુલ્લી ટાંકીમાં પડી જવાથી કરુણ અવસાન થયું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે, તપોવન કોલોનીમાં બુધવાર બપોરે અચાનક હૃદય ભેદી બનાવ બન્યો હતો.
શ્રી રામ નિષાદ અને તેમની પત્નીનો માત્ર ત્રણ વર્ષનો લાડકો દિવ્યેશ રમતા રમતા ઘરની બહાર નીકળી ગયો હતો. થોડા સમય પછી પરિવારજનોએ બાળક જોવા મળતો ન હોવાની શંકા થતા કોલોનીમાં ગભરાટ સાથે શોધખોળ શરૂ કરી, પરંતુ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહોતો.
શોધ દરમ્યાન આંખે ચઢેલી બાબત સૌને થરથરી ઉઠવા પૂરતી હતી નજીકની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીનું ઢાંકણું ખુલ્લું હતું. અંદર ઝાંખું કરતા જ સૌની શ્વાસ અટકી ગયા. નાનકડો દિવ્યેશ પાણીમાં તરતો દેખાતા જ પડોશીઓએ તરત જ એને બહાર કાઢ્યો અને નવી સિવિલ હોસ્પિટલ સુધી દોડાવવામાં આવ્યો. છતાંય, ડોક્ટરોની અનેક કોશિશો નિષ્ફળ ગઈ અને અંતે દિવ્યેશને મૃત જાહેર કરવો પડ્યો. એક ખૂલેલું ઢાંકણું આખા પરિવાર માટે કાળ બની ગયું
આ પણ વાંચો;ચાલતા દરમિયાન રેખાએ ફેન્સને માર્યો ધક્કો ! જુઓ વિડીયો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો