વિસર્જન દરમિયાન પેપરાજી પર ગુસ્સે થયા સની દેઓલ ! પૈસા ને લઈને થઈ બબાલ…

ધર્મેન્દ્રના અસ્થિ વિસર્જન દરમિયાન સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં છે. વીડિયોમાં સની દેઓલ પૈપરાજી પર ગુસ્સે થઈને તેમને ફટકારતા જોવા મળે છે. ઘટનાની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે સનીએ કોઈ પાપારાઝીને ગુપ્ત રીતે વીડિયો બનાવતાં પકડી લીધો.

વિડિયોમાં સ્પષ્ટ સાંભળાય છે કે સની દેઓલ તે વ્યક્તિ પાસે જઈને તેનો કેમેરો જપ્ત કરી લઈને સવાલ કરે છે – “રૂપિયા જોઈએ છે? કેટલા રૂપિયા જોઈએ છે તને?” સનીનો આ રોષભર્યો અંદાજ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પહેલી વાર નથી જ્યારે સની દેઓલ મીડિયાના વર્તન પર નારાજ થયા હોય. અગાઉ પણ, ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે આવ્યા ત્યારે સની પત્રકારો પર બારંબાર ભડક્યા હતા. ત્યારે પણ તેમણે કહ્યું હતું – “શરમ નથી આવતી? રૂપિયા જોઈએ છે? કેટલા રૂપિયા જોઈએ છે?”

હાલની ઘટના હરિદ્વાર ખાતે ધર્મેન્દ્રના અસ્થિ વિસર્જન દરમિયાન બની હતી. પરિવાર માટે આ અત્યંત સંવેદનશો ભર્યા સમયે કોઈ અજાણ વ્યક્તિએ છુપાઈને વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું, જેના કારણે સની દેઓલનો ગુસ્સો ફાટી નીકળ્યો.

આ વીડિયોને લઈને નેટીઝન્સ સનીના સમર્થનમાં ઊભા રહ્યા છે. એક યુઝરે લખ્યું – “જ્યારે અસ્થિ વિસર્જન ચાલી રહ્યું હતું ત્યારે છુપાઈને વીડિયો બનાવવો અત્યંત નિંદનીય છે. સની દેઓલનો ગુસ્સો સંપૂર્ણ યોગ્ય છે. દુઃખના સમયમાં પરિવારની ઇજ્જત કરવી જ જોઈએ.”

આ પણ વાંચો:રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડ 2026 માં કરશે ધૂમધામથી લગ્ન ! જાણો હકીકત…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment