અસિત કુમાર મોદી સામે કરેલ કેસમાં રોશન ભાભીને મળી જીત ! થશે કઈક આવું…

સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશનભાભીનો રોલ કરી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ ગત વર્ષે ચર્ચામાં રહી હતી. તેણે શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી પર કામના સ્થળે છેડતી કર્યાનો આક્ષેપ કર્યો હતો. ગયા વર્ષે જેનિફરે પ્રોડ્યુસર આસિત કુમાર મોદી, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ અને સોહિલ રામાણી સામે છેડતીનો કેસ કર્યો હતો.જેનિફરે ફરિયાદ કર્યાના લાંબા સમય બાદ આ કેસમાં પ્રગતિ થતાં આશાનું કિરણ જાગ્યું છે. મુંબઈ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી પરંતુ તેમણે યોગ્ય કાર્યવાહી ના કરતાં જેનિફરે મહારાષ્ટ્ર સરકાર પાસે મદદ માગી હતી.

જે બાદ સ્થાનિક ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી હતી અને તેમણે ચાર મહિનામાં જ કાર્યવાહી કરીને આસિત કુમાર મોદીને દોષિત સાબિત કર્યા હતા. આસિત કુમાર મોદી સેક્સ્યુઅલ હેરસમેન્ટ ઓફ વીમેન એટ વર્કપ્લેસ (પ્રીવેન્શન, પ્રોહિબિશન એન્ડ રિડ્રેસ) એક્ટ, 2013 હેઠળ દોષિત સાબિત થયા છે. આ ચુકાદાની વધુ વિગતો મેળવવા માટે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીએ જેનિફર મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો.જેનિફરે ઈટાઈમ્સ ટીવી સાથેની વાતચીતમાં આસિત કુમાર મોદી દોષિત સાબિત થયા હોવાની વાતની પુષ્ટિ કરી છે. સાથે જ ચુકાદાથી નિરાશ થઈ હોવાનું પણ જણાવ્યું છે.

ઈટાઈમ્સ ટીવી સાથે વાત કરતાં જેનિફરે કહ્યું, “મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી, ઓપરેશન હેડ સોહિલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે શારીરિક સતામણીનો કેસ દાખલ કર્યો હતો. પોલીસ ફરિયાદ કર્યા પછી મેં કેટલીયવાર કેસના ફોલોઅપ્સ લીધા હતા પરંતુ કંઈ પરિણામ ના મળતાં મેં મહારાષ્ટ્ર સરકાર પાસે મદદ માગી હતી. તેમણે સ્થાનિક ફરિયાદ સમિતિની રચના કરી અને આ કેસ ઝડપથી આગળ વધ્યો.

ચાર મહિનાની અંદર જ આસિત કુમાર મોદી સેક્સ્યુઅલ હેરસમેન્ટ ઓફ વીમેન એટ વર્કપ્લેસ (પ્રીવેન્શન, પ્રોહિબિશન એન્ડ રિડ્રેસ) એક્ટ, 2013 હેઠળ દોષિત સાબિત થયા છે. મને કહેતા દુઃખ થાય છે કે, આ બાબત પોલીસ છેલ્લા એક વર્ષમાં ના કરી શકી. ચુકાદો મારી તરફેણમાં છે જે પુષ્ટિ કરે છે કે મેં મૂકેલા આરોપો સાચા હતા અને મારી પાસે મજબૂત પુરાવા પણ હતા.”

આ પણ વાંચો:રોશન ભાભી બાદ સોનુંએ ખોલી તારક મહેતા શોની પોલ ! કહ્યું મેકઅપ રૂમમાં થતું હતું આવું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment