કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! આવનારી તારીખો ભારે…

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારો જોવા મળશે. આગામી 4 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડે તેવી આગાહી કરવામાં આવી છે.

સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડી શકે છે. તેમજ રાજ્યના શહેરોમાં 10થી 14 ડિગ્રી તાપમાન નોંધાય તેવી આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકવાની પણ આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર 18થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થવાના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. તેમજ અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતા છે. કેટલાક શહેરોમાં એક ઈંચ જેટલો વરસાદ વરસે તેવી શક્યતા છે.

આ પણ વાંચો:2025ના અંતિમ દિવસોમાં બાબા વેંગેની જોરદાર ભવિષ્યવાણી ! જાણીને નહીં થાય યકીન…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment