ધર્મેન્દ્રના નિધન બાદ અમિતાભ બચ્ચને આપ્યું મોટું બયાન ! કહ્યું હવે શરીર અને મન કામ નથી…

અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ “KBC 17” હોસ્ટ કરી રહ્યા છે અને ફિલ્મોમાં પણ કામ કરી રહ્યા છે. તેમની પાસે ઘણી ફિલ્મો આવી રહી છે. આ બધા વચ્ચે અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, તેમનું શરીર અને મન નિયમિત કાર્યો માટે તૈયાર નથી. છતાં તેઓ કામ કરવાનું ચાલુ રાખે છે.અમિતાભ બચ્ચને ફેસબુક અને X પર દુઃખ અને જીવન પર પોસ્ટ્સ શેર કરી છે.

તેમણે બ્લોગમાં પોતાના શરીર કામ કરવામાં સાથ આપતું નથી એવી વાત કરી હતી. આ સાથે જ KBC ટીમ સાથે રાત્રિભોજનની પણ વાત કરી હતી.અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું હતું કે,’છેલ્લા ઘણા દિવસોની યાદો અને લાગણીઓ હજુ પણ મારા મનમાં છે, મારું શરીર અને મન રોજિંદા કામ માટે તૈયાર નથી.

પરંતુ લોકો કહે છે કે,’શો ચાલુ રાખવો જોઈએ’. મહાનાયકે વધુમાં લખ્યું હતું કે, ‘જેને પણ આ કહ્યું અને વિચાર્યું તે સારા માટે જ હશે. પરંતુ જે લોકો દુ:ખ સહન કરે છે, તેઓ ખૂબ જ ઉદાસ હોય છે અને જે હજુ પણ સંપૂર્ણપણે દૂર થયું નથી.અમિતાભ બચ્ચને આગળ લખ્યું હતું કે,

KBCની ટીમ દિવસનું કામ પૂરું થયા પછી મને રાત્રિભોજન માટે લઈ ગઈ હતી. તે એક સરસ સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટ હતું અને ભોજન સ્વાદિષ્ટ હતું. પરંતુ મારું હૃદય હજુ પણ ઉદાસ છે. કારણ કે ત્યાં કોઈને ખબર નહોતી કે, બાબુજીની જન્મજયંતિ છે.

આ પણ વાંચો:બૉલીવુડની આ અભિનેત્રી સલમાન ખાન સાથે કરવા માંગતી હતી લગ્ન ! બધુ ફાઇનલ હતું ને થયું એવું કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment