શા માટે છૂપી રીતે કરવામાં આવ્યા ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર ! કારણ જાણી રડી જશો…

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેતા ધરમ પાજીની એક ઝલક જોવા માટે ચાહકો ઉત્સુક હતા. જોકે, લોકો છેલ્લી વાર તેમને જોઈ શક્યા નહીં. તેની પાછળનું શું કારણ હતું અને ધર્મેન્દ્રની કઈ અધૂરી ઇચ્છા રહી? હેમા માલિનીએ તમામ માહિતી જાહેર કરી છે.કેટલાક સંબંધો એવા હોય છે જેને ભૂલી જવા મુશ્કેલ હોય છે. બોલિવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિની વચ્ચેના સંબંધો તેમાંથી એક છે.

તેમણે એકબીજાનો સાત જન્મ સુધી હાથ પકડ્યો, પરંતુ ધર્મેન્દ્રએ આ દુનિયાને અલવિદા કહી દીધું અને હેમા માલિની એકલી પડી ગઈ હતી. ધર્મેન્દ્રના મૃત્યુ બાદ હેમાનું હૃદય તૂટી ગયું અને આખા પરિવારે ખાનગી રીતે તેમને વિદાય આપી હતી. હેમા માલિનીએ હવે આ વાતનો ખુલાસો કર્યો છે કે, ધર્મેન્દ્રને ગુપ્ત રીતે વિદાય કેમ આપવામાં આવી હતી?ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા, તેથી લોકોના મનમાં એ સવાલ હજુ પણ ઊભો છે

પરંતુ પરિવારે આ મુદ્દે મૌન જાળવી રાખ્યું છે. હવે હેમા માલિનીએ આ નિર્ણય પાછળનું દુ:ખદ કારણ શેર કર્યું છે. ધર્મેન્દ્રના મૃત્યુ બાદ મુંબઈમાં હેમા માલિનીને ફિલ્મ નિર્માતા હમદ અલ રયામી મળ્યા હતા, આ દરમિયાન અભિનેત્રી સાથેની વાતચીતમાં લોકોના મનમાં રહેલા સવાલોનો જવાબ મળ્યો હતો.

અંતિમ સંસ્કાર ખાનગી રાખવાના કારણ અંગે હેમા માલિનીએ જણાવ્યું હતું કે, ‘ધર્મેન્દ્ર હંમેશા પોતાની ગરિમા જાળવવા માંગતા હતા. તેમણે કહ્યું હતું કે, ‘ધર્મેન્દ્ર ક્યારેય ઇચ્છતા ન હતા કે કોઈ તેમને નબળા કે બીમાર જોવે. તેથી તેમણે તેમના નજીકના સંબંધીઓથી પણ પોતાનું દુઃખ છુપાવ્યું, અને જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે નિર્ણય પરિવારનો હોય છે.’

આ પણ વાંચો:19 મિનિટના આ વિડિયોની સામે આવી મોટી સચ્ચાઈ ! જાણીને ઊડી જશે હોશ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment