દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠીની માતા શ્રીમતી હેમવંતી દેવીનું શનિવારે નિધન થયું હતું. તેમણે બિહારના ગોપાલગંજના બેલસંદ ખાતેના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. 89 વર્ષીય હેમવંતી દેવી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. પંકજ તેમના અંતિમ સમય દરમિયાન તેમની માતા સાથે હતા.ત્રિપાઠી પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું
કે, ‘ખૂબ જ દુઃખ જણાવવામાં આવે છે કે, શ્રીમતી હેમવંતી દેવીના નિધન થયું છે. 89 વર્ષીય હેમવંતી દેવી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમણે તેમના પરિવાર સાથે નિદ્રામાં અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સમય દરમિયાન પંકજ ત્રિપાઠી તેમની સાથે હતા. પરિવારે આ દુઃખના સમયને ગુપ્ત રાખવાની અપીલ કરી હતી કે
દરેક શ્રીમતી હેમવંતી દેવીને તેમની પ્રાર્થનામાં યાદ કરે. માહિતી પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર શનિવારે બેલસંદમાં કરવામાં આવ્યા હતા, જેમાં પરિવાર, સંબંધીઓ અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. પરિવારે દરેકને વિનંતી કરી છે કે આ દુ:ખના સમયને ગોપનીયતાનો આદર કરે અને તેમને શાંતિથી શોક મનાવવા અપીલ કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો