45 વર્ષની યુવક ઉઠાવી ગયો માસૂમ છોકરીને ! જ્યારે સચ્ચાઈ ખબરી પડી તો ઊડી ગયા બધાના હોશ…

શહેરની ભાગોળે રૈયાધાર વિસ્તારની બાંધકામ સાઇટ પરથી રવિવારે બપોરે 45 વર્ષનો શખ્સ 8 વર્ષની બાળકીને બદઇરાદે ઉઠાવી ગયો હતો. જોકે પોલીસે ગણતરીની મિનિટમાં જ આરોપીને ઝડપી ભરત મકવાણા સકંજામાંથી મુક્ત કરાવી હતી. દાહોદના વતની, રાજકોટમાં ત્રણ વર્ષથી પરિવાર સાથે રહેતા આધેડ રવિવારે સવાર લઇ બાળકીને તેના તેની પત્ની અને 8 વર્ષની પુત્રી સાથે રૈયાધાર વિસ્તારમાં નવી બની રહેલી સાઇટ પર કડિયાકામની મજૂરીએ ગયા હતા. બપોરે દંપતી અને તેની પુત્રીએ સાથે ભોજન લીધું હતું. ત્યારબાદ દંપતી કડિયાકામ કરવા લાગ્યું હતું અને તેની પુત્રી ઓરડી નજીક રમતી હતી. થોડીવાર બાદ બાળકી નજરે નહી ચડતાં દંપતી અને સાઇટના કોન્ટ્રાક્ટરે શોધખોળ શરૂ કરી હતી

તે વખતે જ કોન્ટ્રાક્ટરનો ભત્રીજો ત્યાં આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, આપણી સાઈટ પર અગાઉ કામ કરતો નાગેશ્વર પાછળના પચ્ચીસ વારિયામાં રહેતોભરત મગન મકવાણા એક બાળકીને લઈને જતો દેખાયો હતો. આ અંગેની જાણ થતાં જ દંપતીએ પોલીસને ફોન કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી

પીઆઈ એચ.એન.પટેલે સંપૂર્ણ વિગતો મેળવી આરોપીના મોબાઇલ નંબરના આધારે તેનું લોકેશન મેળવતા આરોપી કોઠારિયા નજીકના રસૂલપરા વિસ્તારમાં હોવાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ત્યાં દોડી ગઇ હતી અને ભરતને ઝડપી લઇ બાળકીને મુક્ત કરાવી હતી. બાળકીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે રમતી હતી ત્યારે ભરત ત્યાં આવ્યો હતો અને વેફર અપાવવાનું કહી લઇ ગયો હતો. ભરતે તેવી કેફિયત આપી હતી કે, તેને બે સંતાન છે

અને તેની પત્ની સંતાનો સાથે લાંબા સમયથી રિસામણે પિયર બેઠી છે. આ બાળકી તેની પુત્રી જેવી લાગતાં તેના પર પ્રેમ ઊભરાયો હતો અને વેફર આપી શાપર ફરવા લઇ જતો હતો. જોકે આરોપીની કથની પોલીસને ગળે ઉતરી નહોતી, પોલીસની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી બાળકી સાથે કંઈક અજુગતું થતા અટક્યું હતું. પોલીસે આરોપી ભરતની ધરપકડ કરી વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.

આ પણ વાંચો:પાવાગઢમાં માત્ર 5 વર્ષના બાળકનું કરવામાં આવ્યું અપહરણ ! જાણો આખી ઘટના…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment