ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ શંકા, ગુસ્સા અને અવિશ્વાસની વચ્ચે પોતાની જ 22 વર્ષની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ સમગ્ર ઘટનાનો સૌથી ચોંકાવનારો ભાગ એ છે કે હત્યાના થોડા કલાકો બાદ આરોપી પતિ ખુદ રડતા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ઇન્સ્પેક્ટર સામે કહ્યું કે, સાહેબ મેં મારી પત્નીની હત્યા કરી નાખી અને તેની લાશ ઘરમાં પડી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પતિ સચિન સિંહ પોલીસ સ્ટેશને આવ્યો અને ડરતાં ડરતાં સ્વરમાં કહ્યું કે મેં મારી પત્નીની હત્યા કરી છે. રાતના એક વાગ્યે મારી પત્ની 3 છોકરા સાથે રૂમમાં હતી. મેં આ બધું મારી આંખે જોયું. સચિને ઇન્સ્પેક્ટરને જણાવ્યું કે શુક્રવાર રાતે તે મિત્રો સાથે પાર્ટી કરવાનું બહાનું કરીને ઘરેથી નીકળ્યો હતો. તેણે પત્ની શ્વેતાને ફોન કરીને કહ્યું કે તે રાતે નહીં આવે.પત્નીએ પણ પતિને ફોનમાં કહ્યું હતું કે તે દિવસમાં સૂતી નથી, એટલા માટે જલદી સૂઈ જશે. સચિનના જણાવ્યા અનુસાર, તે રાતના 11-12 વાગ્યે અચાનક રૂમમાં પાછો આવ્યો.
નીચે શટર ખોલ્યું અને ઉપર ગયો. સ્ટોપર ખરાબ હોવાના કારણે દરવાજો ખુલ્લો હતો. જેવો તે અંદર ગયો તેણે જોયું કે રૂમમાં તેની સામેવાળા રૂમમાં છોકરાઓ સૂતા હતા અને તેની વચ્ચે તેની પત્ની શ્વેતા સૂતી હતી. આરોપીએ કહ્યું કે મેં જ્યારે વીડિયો બનાવવા માટે ફોન કાઢ્યો તો એ છોકરાઓએ મને ધક્કો આપી પાડી દીધો. છતાં પણ હું વીડિયો બનાવતો રહ્યો, તેમણે મને પકડ્યો અને માર્યો. ત્યારે મારી પત્નીએ કહ્યું કે આને મારો નહીંતર હોબાળો કરી નાખશે.
આ પણ વાંચો:લિફ્ટ નીચે પડતાં દાદા દબાઈ ગયા ! પરિવારના લોકો 10 દિવસ સુધી શોધતા હતા જ્યારે દુર્ગંધ આવી તો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો