પરણેલી મહિલા ભાડે રહેતા મકાન માલિક પર થઈ ગઈ ફીદા ! હવે કરે છે એવી જીદ કે…

 કહેવાય છે કે પ્રેમ ન ઉંમર જુએ છે, ન કોઈ સરહદ. એ તો બસ થઈ જાય છે. કંઈક આવી જ લવ સ્ટોરી રાજસ્થાનના ચૂરુ જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં પહેલાથી પરિણીત એક મહિલા પોતાના ફળિયામાં ભાડાના મકાનમાં રહેતા યુવકને દિલ દઈ બેઠી. બંનેએ સાથે રહેવાની જીદ પકડી અને હવે પોતાની સુરક્ષાને લઈને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા છે. મંગળવારે યુવક અને મહિલા એસપી કાર્યાલયે પહોંચ્યા અને પોતાના જીવને જોખમ હોવાનું કહી સુરક્ષાની માગ કરી હતી.

આ મહિલાની ઓળખ ભીલવાડાના મંડફિયાની રહેવાસી અંકિતા તરીકે થઈ છે. અંકિતાએ જણાવ્યું કે તેના લગ્ન લગભગ ચાર વર્ષ પહેલા ભીલવાડાના કરણવાસ ગામના રહેવાસી યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તેમને એક દોઢ વર્ષની દીકરી પણ છે. અંકિતાનું કહેવું છે કે તે પોતાના પતિ અને સાસરિયાની ખોટી આદતથી કંટાળી ગઈ. જેના કારણે તેનું લગ્નજીવન તણાવભર્યું થઈ ગયું.

અંકિતાએ જણાવ્યું કે લગભગ એક વર્ષ પહેલા જ્યારે તે પિયરમાં રહેતી હતી, એ દરમ્યાન તેની ઓળખ મંડફિયામાં કાપડની ફેક્ટરીમાં કામ કરતા યુવક રાજેશ સાથે થઈ. રાજેશ મૂળ સરદારશહર તાલુકાના ગામ ખુંડિયાનો રહેવાસી છે અને તેની ઉંમર 22 વર્ષ છે. બંનેની વાતચીત શરુ થઈ અને ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. અંકિતાનું કહેવું છે કે રાજેશે તેને સમજી અને સહાનુભૂતિ આપી. જેનાથી બંને ભાવનાત્મક રીતે જોડાઈ ગયા

એસપી કાર્યાલય પહોંચેલી અંકિતાએ આરોપ લગાવ્યો કે તેનો પતિ તેના પર પોતાના મિત્રો સાથે ફ્રેન્ડશિપ કરાવવાનું દબાણ કરતો હતો. તેનું કહેવું છે કે પતિ સાંજે દારુ પીને ઘરે આવતો હતો અને પોતાના મિત્રોને પણ સાથે લાવતો હતો. તે કહેતો હતો કે તેમની સાથે દોસ્તી કરો. અંકિતાએ એવું પણ કહ્યું કે તેના સસરા પણ રાતના સમયે દારુના નશામાં ઘરમાંથી બહાર કાઢી મુકતા હતા. આવી સ્થિતિમાં માનસિક રીતે તૂટી ચુકી હતી આ દરમ્યાન રાજેશ સાથે તેનો સંબંધ બંધાયો.

આ પણ વાંચો:પત્નીએ પતિના ત્રાસથી કેનાલમાં કૂદીને ટૂંકાવ્યું જીવન ! સ્યુસાઇડ પહેલા કહી એવી વાત કે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો


Leave a Comment