પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામે મામવાડા રોડ પર કાળજું કંપાવે તેવો અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવતી પીકઅપ વાને બેધ્યાનમાં રસ્તો ઓળંગતી નાની બાળકીને ટક્કર મારી છે. જેમાં બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. જેમાં પૂરપાટ ઝડપથી આવતી પીકઅપ વાન બાળકીને અડફેટે લે છે. જે બાદ નીચે ઘસડાઈને પડેલી બાળકી પર પીકવાન/જીપ/ડાલું ચઢી જતાં તે કચડાઈ જાય છે!,
અકસ્માત બાદ રોડની બીજી તરફ ઊભેલી બાળકી બૂમાબૂમ કરી મૂકે છે, જેથી ઘણા બાળકો અને સ્થાનિક લોકો ભેગા થઈ જાય છે. પરિવારને પણ ઘટનાની જાણ કરવામાં આવતા તે બાળકી તરફ દોટ મૂકે છે. બાળકીને ગંભીર હાલતમાં જોતાં તેને તાત્કાલિક સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર આપવામાં આવે છે
જે બાદ તેને મહેસાણાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં તેની સ્થિતિ અતિ ગંભીર છે, હાલ ગ્રામજનો અને પંથકના લોકો બાળકી વહેલી તંદુરસ્ત થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ માર્ગો પર વાહનોની અનિયંત્રિત ગતિ અને બાળકોની સુરક્ષા અંગે સ્થાનિકોએ રોષ પણ ઠાલવ્યો છે.
પ્રેમીને મળવા માટે કિશોરીએ આખા ગામને માથે લીધું ! ઘટના જ કઈક એવી બની કે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો