આપણે ત્યાં લોકોક્તિ છે કે, સંતાનો માટે માતા-પિતા કંઇપણ કરી છુટે છે. ખાસ કરીને પિતા માટે પુત્રીનું સુખ સર્વોપરી હોય છે. જૂનાગઢમાં બ્રહ્મક્ષત્રિય પરીવારમાં એક ઘટના સામે આવી છે જેમાં એક સસરાએ જમાઈને કિડનીનું દાન કરી પુત્રીનાં સૌભાગ્યની રક્ષા કરી છે.
બોસમિયા પરિવારના ચીમનલાલ પરષોત્તમદાસનાં પુત્ર તેજસ બોસમીયા 2014થી કિડનીની ગંભીર બિમારીનો સામનો કરી રહ્યાં હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ નિયમિત ડાયાલિસિસ પર હતા. ડૉ. તેજસના માતા-પિતા કિડની દાન કરવા માટેના તમામ જરૂરી રિપોર્ટ્સ કરાવ્યા. પરંતુ વયમર્યાદાને કારણે તેઓ કિડની આપવા યોગ્ય જણાયા નહીં.
આ કપરા સમયમાં ડૉ. તેજસના સસરા પ્રફુલ્લચંદ્ર લૈયા પોતાની કિડની આપવા માટે આગળ આવ્યા. આમ એક સસરાએ જમાઈને અંગદાન કરી એક પિતાએ પુત્રીને ખરા અર્થમાં ‘અખંડ સૌભાગ્યવતી ભવઃ’ના આશિર્વાદ આપ્યા હોય એવી પ્રેરકઘટના બની છે.
આ પણ વાંચો:ધોળકાના વૈઠા પાસે થયો જોરદાર અકસ્માત ! યુવકનું થયું એવી રીતે મૌત કે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો