પ્રેમ જગતમાંથી સામે આવ્યો હૈયું કંપની નાખતો કિસ્સો ! યુવકે પ્રેમ લાલચમાં ગુમાવ્યો જીવ…

બાવળા તાલુકાનાં મેમર ગામ પાસે આવેલી ખાનગી કંપનીમાં ગ્રોથપાથ કંપનીમાં આકાશ કુમાર ગોરધન નોકરી કરતો હતો.તેની સગાઈ ટુંક સમયમાં થઈ હતી.તેને જાણવા મળ્યું હતું કે તેની સગાઈ કરી છે તે બીજાનાં પ્રેમ છે. જેથી તેને લાગ્યું આવ્યું હતું અને ગુમસુન રહેતો હતો.જેથી તે આશરે સવારે 7 વાગે દોરડું લઈને કંપનીની ચીમની ભઠી ઉપર ચડી ગયો હતો.

આ ઘટનાની જાણ કંપનીનાં માણસોને થતાં માણસો ચીમની નીચે દોડી આવ્યા હતાં અને તેને નીચે ઉતરવા માટે સમજાવામાં આવ્યો હતો. પણ તે માન્યો નહીં. ચાર કલાકની સમજાવટ છતા નીચે નહીં ઉતરતાં બગોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી.ઘટનાની જાણ મેમર

ગામમાં થતાં ગામલોકો પણ ટોળે વળ્યા હતાં. આશરે 11 વાગે પોલીસ કંપનીનાં ઝાંપા પાસે પહોંચતાં જ તેણે દોરડે લટકી જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો.

જેથી 108 ની ઈમરજન્સી સેવાને ફોન કરતાં 108 એમ્બ્યુલન્સ પણ આવી હતી.લાશ ચીમનીની હાઈટ ઉપર લટકતી હોવાથી તેને કંઈ રીતે નીચે ઉતારવી તે મોટો પ્રશ્ન ઉભો થવા પામ્યો હતો.લગભગ ત્રણ કલાકની જહેમત બાદ લાશને નીચે ઉતારવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મીડીયા કંપનીએ પહોંચી ગયા હતાં પરંતુ તેમને અંદર જતાં અટકાવવામાં આવ્યા હતાં.તેમને અંદર જવા દીધા નહોતાં. લાશને બગોદરા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.માટે મોકલી આપીને પોલીસે હાલ અમોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:શિયાળામાં ગાડી લઈને નીકળતા લોકો ખાસ જોઈલો ! ડીસા નજીક એવો અકસ્માત સર્જાયો કે કોઈએ વિચાર્યું પણ ન હતું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment