લગ્નનો ખુશીનો માહોલ ફેરવાયો ગમમાં ! ટ્રક પાછણ કાર અથડાતાં 4 લોકોના મૌત…

બાવળાના રામનગર પાસે રોડ પર ગેરકાયદે પાર્ક ટ્રક પાછળ પિકઅપ ઘૂસી જતાં ચાર વ્યક્તિનાં મોત નીજપ્યા છે જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતક તેમજ ઇજાગ્રસ્તો નરોડાથી ભમાસરા બગોદરા નજીક લગ્નપ્રસંગે જતાં હતા ત્યારે આ બનાવ બન્યો છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બાવળા-બગોદરા હાઇવે પર વહેલી સવારે રામનગર ગામના પાટિયા પાસે આવેલી માલધારી હોટલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવે રોડ પર ગેરકાયદે ઊભેલી એક ટ્રકની પાછળ પુરપાટ ઝડપે આવતું પીકઅપ વાન ધડાકાભેર અથડાયું હતું.

અકસ્માતમાં પીકઅપ વાનમાં સવાર પૈકી બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ચારને ગંભીર ઇજા થતા ૧૦૮ દ્વારા પહેલા બાવળા અને ત્યારબાદ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અન્ય બે લોકોના મોત નિપજતા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને ચાર થયો છે

જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે. પીકઅપ વાનમાં સવાર લોકો નરોડાથી બાલાજી કેટરિંગનો સામાન લઈને બગોદરા પાસે આવેલા ફિલ્મ સિટી રિસોર્ટમાં એક પ્રસંગ માટે જમવાનું બનાવવા જઈ રહ્યા હતા. ત્યારે બાવળા નજીક આ ઘટના ઘટી. લોકોમાં એવી ચર્ચા છે કે હાઇવે પર હોટલોની આગળ વાહનચાલકો બેફામ રીતે ટ્રક પાર્ક કરી દે છે, જેના કારણે પાછળથી આવતા વાહનો અથડાય છે. નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર બેફામ પાકગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની લોકમાગ ઉઠી છે.

આ પણ વાંચો:ઉતરાયણ આવતા પહેલા જ જોરદાર હાદસો ! 12 વર્ષના કિશોર સાથે પતંગની લાલચમાં થયું એવું કે કોઈએ વિચાર્યું પણ નહતું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment