મહિલા ફૂટબોલ ટીમમાં ગુજરાતની 3 ખેલાડીઓની પસંદગી થઈ હતી. જેમાં બનાસકાંઠાના પાલનપુરની સામાન્ય ખેડૂત પરિવારની દીકરી રાધિકા પટેલે ભારતભરમાં બીજા નંબરે રહી પોતાનું અને જિલ્લાના નામ રોશન કર્યું છે. રાધિકા પટેલ ઇન્ટરનેશનલ ફૂટબોલ મેદાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. થાઈલેન્ડ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભારત વતી રમ્યા બાદ જ્યારે મંગળવારે રાધિકા પાલનપુર પરત ફરી, ત્યારે ડીજેના તાલે સ્વાગત કરા હતું.
પાલનપુર જી.ડી. મોદી કોલેજ આગળથી લક્ષ્મીપુરા સુધી યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. પાલનપુર તાલુકાના લક્ષ્મીપુરા વતનમાં ઉમિયા માતાજીના દર્શન કરી સમાજ દ્વારા રાધિકાને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. વિદ્યામંદિર શાળામાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરનાર રાધિકા બાળપણથી જ રમતમાં વિશેષ રસ ધરાવતી હતી. હોકી, યોગા સહિત અનેક રમતોમાં પોતાની પ્રતિભા દર્શાવ્યા બાદ તેણે શાળામાં ફૂટબોલની પ્રેક્ટિસ શરૂ કરી હતી. શરૂઆતમાં માત્ર શોખ તરીકે રમાતો ફૂટબોલ આજે તેને ઇન્ટરનેશનલ મેદાન સુધી લઈ ગયો છે.
બેંગ્લોરમાં ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કર્યા બાદ 2 મહિનાથી તે થાઈલેન્ડમાં હતી, જ્યાં ભારત વતી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. પાકિસ્તાન, શ્રીલંકા અને ભૂટાન જેવા દેશો સામે મેચ રમવાનો અવસર મળ્યો હતો. હાલ દાંતીવાડા યુનિ.માં એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરતી રાધિકા પટેલ સ્ટડી અને સ્પોર્ટ્સ બન્નેને આગળ ધપાવી રહી છે.
આ પણ વાંચો:અમેરિકામા મેથિનો ભાવ આસમાને ! ભારતમાં 10 રૂપીએ મળતી જૂણી અમેરિકામાં આટલામાં…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો