બસમાં મુુસાફરી કરતી સમયે ઘણી વાર ભીડને કારણે ધક્કામુક્કી થતી હોય છે અને તેવા સમયે અમુક અસામાજિક લોકો આનો ફાયદો ઉઢાવી દિકરીઓને હેરાન કરતા હોય છે પણ દરેક વખતે આવું થાય છે એવુું હોતું નથી. અમુક સારા લોકો પણ હોય છે જે ખરેખર ભીડના કારણે જતમને અથડાતા હોય છે. આવો જ એક જાતીય સતામણીના આરોપવાળો એક વિડીયો વાયરલ થયો જેના પછી યુવાને પોતે આત્મહત્યા કરી દીધી હતી.
દિપક નામનો એક યુવાન બસમાં મુસાફરી કરી રહ્યો હતોત્યારે એક મહિલા શિમઝિથા મુસ્તફાએ જાતીય સતામણીને લઇને એક વિડીયો વાયરલ કર્યો હતો. વીડિયો સામે આવ્યા પછી દીપકને ઓનલાઈન ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે ગંભીર માનસિક તણાવમાં હતો.
પરિવારના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ દીપકે આત્મહત્યા કરી હતી. દિપકના માતાપિતાએ કહ્યું મહિલાએ ઓનલાઈન પ્રચાર માટે તેમના પુત્રના ચરિત્રની હત્યા કરી હતી. પરિવારે એમ પણ કહ્યું હતું કે દીપક હંમેશા આરોપોને નકારી કાઢતો હતો અને ક્યારેય વિવાદોમાં સામેલ થયો ન હતો.દીપકના મોત બાદ કેસ નોંધાતા શિમઝિથાએ પોતાનો ફોન બંધ કરી દીધો અને છુપાઈ ગઈ હતી. તે વિદેશ ભાગી જશે તેની આશંકા હોવાથી સર્ચ વોરન્ટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:45 વર્ષની યુવક ઉઠાવી ગયો માસૂમ છોકરીને ! જ્યારે સચ્ચાઈ ખબરી પડી તો ઊડી ગયા બધાના હોશ…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો