ટ્રેક્ટર અને બાઇક વચ્ચે થયો ભયંકર અકસ્માત ! અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક ચાલકનું ત્યાં જ મૌત અને…

મળતી માહિતી અનુસાર, સમી-રાધનપુર હાઈવે પર આવેલી ખોડિયાર હોટલ નજીકથી પસાર થઈ રહેલા એક બાઈકને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટરે અડફેટે લીધું હતું. ટ્રેક્ટર અને બાઈક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક રોડ પર પટકાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી યુવકે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડી દીધો હતો.

અકસ્માતને પગલે હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ જવાથી અને વાહનો વચ્ચે રસ્તો રોકાઈ જવાથી લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરો અને વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ સમી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો. પોલીસે હાલમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે

આ પણ વાંચો:પહેલગામ હુંમલા મા મોત ને ભેટેલા ભાવનગર ના પિતા પુત્ર ની એક સાથે નીકળી અંતિમ યાત્રા… સર્જાયા કરુણ દૃશ્યો

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment