ડીસા નજીક બનાસ નદીના પુલ પર ગુરૂવારે વહેલી સવારના ધૂમ્મસના કારણે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દૂધના ટેન્કરે ઉભેલી બસને ધડાકાભેર ટક્કર મારતા પાછળ ઊભેલા અન્ય વાહનો પણ અડફેટે આવ્યા હતા સદ્દનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નહોતી, પરંતુ ચારથી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
ડીસા નજીક બનાસ નદીના પુલ પર ગુરૂવારે વહેલી સવારે સૌથી આગળ એક બસ ઊભી હતી. તેની પાછળ ઇકો ગાડી અને તેની પાછળ અન્ય બસ ઊભેલી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા દૂધના ટેન્કર નં. જીજે-02-ઝેડઝેડ-1062ન • ચાલકે કાબુ ગુમાવતા આગળ ઊભેલી બસને જોરદાર ટક્કર મારી હતી.
જેમાં ચારેય વાહનોને ભારે નુકસાન થયું હતું. ખાસ કરીને ઈકો ગાડી નં.જીજે-08-બીએસ- 3010 નો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ અકસ્માતમાં ઇકો ગાડીમાં બેસી શાળાએ જતાં ચારથી વધુ વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો
આ પણ વાંચો:પુત્રનું મૌત થતાં પિતાએ ખભે ઉચક્યો મૃતદેહ ! જોઈને બધા લોકો થઈ ગયા હેરાન…જાણો આખી ઘટના…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો