લિફ્ટ નીચે પડતાં દાદા દબાઈ ગયા ! પરિવારના લોકો 10 દિવસ સુધી શોધતા હતા જ્યારે દુર્ગંધ આવી તો…

મધ્ય પ્રદેશના ભોપાલની એક રહેણાંક સોસાયટીની બહુમાળીય ઈમારતની લિફ્ટની નીચે દબાઈ જવાથી એક વૃદ્ધનું દર્દનાક મોત થતાં અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ન્યૂઝ 18ની ટીમે આ ખતરનાક ઘટનાની પડતાલ કરી, કેમ કે જે વૃદ્ધ પ્રીતમ ગિરિ સાથે થયું તે અન્ય કોઈ સાથે પણ થઈ શકે છે. જ્યારે ટીમ લિફ્ટની અંદર ગઈ તો એવું લાગ્યું કે લિફ્ટ તો લગાવી દીધી છે પણ નિયમિત દેખરેખ કરવાનું ભૂલી ગયા છે.

મૃતકના દીકરા ધર્મેન્દ્ર ગૌસ્વામીએ જણાવ્યું કે મારા પિતા 6 જાન્યુઆરીના રોજ મંડીદીપ જવાનું કહીને નીકળ્યા હતા. ત્યાર બાદથી તેઓ ગુમ હતા. તે દિવસે લિફ્ટ ખરાબ થઈને નીચે પડી ગઈ હતી. અમે પોલીસને પણ ફરિયાદ આપી હતી. સોસાયટી પ્રશાસનને પણ કહ્યું હતું પણ કોઈએ અમારી વાત ગંભીરતાથી લીધી નહીં. જો સમય રહેતા તપાસ કરી હોત તો કદાચ તેમનો જીવ બચી જાત. સોસાયટીમાં ત્રીજા માળના સીસીટીવી કેમેરા વર્ષોથી ખરાબ પડ્યા છે. લિફ્ટની ખરાબ સ્થિતિને લઈને ઘણી વાર ફરિયાદ કરી પણ મેન્ટેનન્સ ટીમે દેખરેખ રાખવાનું બંધ કરી દીધું. પિતા 10 દિવસથી ગુમ હતા. દુર્ગંધ આવ્યા બાદ લાશ મળી. પોલીસે યોગ્ય રીતે તપાસ કરી હોત તો પિતાની પહેલા જ ખબર પડી જાત.

નવાઈની વાત એ છે કે પીડિત પરિવાર તરફથી લિફ્ટ ખરાબ થવાની પહેલા પણ ફરિયાદ આવી હતી, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. લિફ્ટ પડવાથી વૃદ્ધના મોતની ઘટનાનો લોકોમાં એવો ડર બેસી ગયો છે કે આ બિલ્ડીંગમાં ભાડે રહેતા લોકો બીજી જગ્યાએ રહેવા માટે ઘર શોધવા લાગ્યા છે.

આ પણ વાંચો:પરણેલી મહિલા ભાડે રહેતા મકાન માલિક પર થઈ ગઈ ફીદા ! હવે કરે છે એવી જીદ કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment