પત્નીએ પતિના ત્રાસથી કેનાલમાં કૂદીને ટૂંકાવ્યું જીવન ! સ્યુસાઇડ પહેલા કહી એવી વાત કે….

ઈન્સ્ટાગ્રામ પરથી શરૂ થયેલો પ્રેમ સંબંધ એક ૨૫ વર્ષીય યુવતી માટે શોષણ, કેદ અને આત્મહત્યાના પ્રયાસ સુધી પહોંચ્યા છે. પ્રેમીના વિશ્વાસમાં આવી યુવતી ઘર છોડીને કોર્ટ મેરેજ સુધી પહોંચી હતી, પરંતુ લગ્ન બાદ તેને નશાની દવાઓ આપી ગોંધી રાખવામાં આવી, બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા અને સતત માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અંતે હારેલી યુવતી આત્મહત્યા કરવા કેનાલ સુધી પહોંચી હતી. જ્યાં સમયસર મદદ મળતાં તેની જાન બચી ગઈ છે.

ઉત્તર ગુજરાતની ૨૫ વર્ષીય યુવતીને એક વર્ષ અગાઉ ઈન્સ્ટાગ્રામ મારફતે એક યુવક સાથે પરિચય થયો હતો. ઓનલાઈન વાતચીત બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. પરિવાર દ્વારા આ સંબંધનો વિરોધ થતાં યુવતી

પ્રેમીના વિશ્વાસમાં આવી ઘર છોડીને તેની સાથે ભાગી ગઈ હતી. બાદમાં યુવકે તેને કોર્ટ મેરેજ માટે મજબૂર કરી. લગ્ન બાદ યુવતીનું જીવન નરક સમાન બની ગયું. પ્રેમીએ તેને અમદાવાદ લઈ જઈ નશાની દવાઓ પીવડાવી ત્રણ મહિના સુધી રૂમમાં કેદ રાખી હોવાનો અને સતત બેભાન સ્થિતિમાં રાખીને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. આ દરમિયાન યુવતીને કહેવામાં આવ્યું હતું કે તેના માતા-પિતાએ તેના પર કાળાજાદુ કર્યું છે અને તે દૂર કરવા માટે આ બધું કરવું જરૂરી છે.જ્યારે નશાની દવાઓ બંધ થતાં યુવતી હોશમાં આવવા લાગી, ત્યારે તેને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થયો હતો. વિરોધ કરતાં પ્રેમીએ તેને કહ્યું કે તે તેની પહેલી નહીં પરંતુ ૧૨મી પ્રેમિકા છે અને તેને વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. યુવતીને

રૂમની બહાર જવા, પિયર જવા કે કોઈ સાથે સંપર્ક કરવા દેવામાં આવતો ન હતો.માનસિક અને શારીરિક ત્રાસથી સંપૂર્ણ રીતે તૂટી ગયેલી યુવતી અંતે આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ અડાલજ નજીકની કેનાલ પર પહોંચી હતી. ત્યાં એક યુવકને શંકા જતા તેણે તાત્કાલિક ૧૮૧ પર ફોન કરી મદદ માગી. ઘટનાસ્થળે પહોંચેલી અભયમ ટીમે યુવતીને બચાવી, કાઉન્સેલિંગ કર્યું અને તેના માતા-પિતાને બોલાવી યુવતીને સુરક્ષિત રીતે તેના ઘરે મોકલી આપી હતી. શહેરમાં પતિ કે સાસરિયા દ્વારા આપવામાં આવતાં ત્રાસના કેસમાં સહેજે ઘટાડો થતો ન હોવાનું એક તારણ પણ નિકળી રહ્યું છે ત્યારે આ પ્રકારના દુઃખી દાંપત્ય જીવનમાં કેવી રીતે હેમખેમ બહાર નિકળવું અથવા તો સાસરિયાને સમજાવી મનાવી લેવાય તે વિષે પણ સમાજે વિચારવું તેવી ચિંતા વ્યક્ત થાય છે.

આ પણ વાંચો:ઘોર કલિયુગ ! 9 વર્ષની દીકરીએ આપ્યો બાળકને જન્મ ! તેને પ્રેગ્નેટ કરવાવાળો નીકળ્યો સગો ભાઈ….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment