ચાણસ્મા તાલુકાના પલાસર ગામ નજીક આવેલા રેલવે ટ્રેક પર અકસ્માતમાં 18 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું. બપોરના સમયે હનુમાન મંદિર દર્શન કરવા જતાં રેલવે પાટો ક્રોસ કરતી વખતે પસાર થતી ટ્રેનની અડફેટે યુવકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી.
પલાસર ગામે રહેતો અને ખેરવા ખાતે ડિપ્લોમાનો અભ્યાસ કરતો દત્ત ઉમેશભાઈ પટેલ (ઉ.વ. 18) બપોરના સમયે મંદિર દર્શન માટે નીકળ્યો હતો. આ દરમિયાન રેલવે ટ્રેક ઓળંગતી વેળાએ અચાનક ટ્રેન આવી પહોંચતા યુવક તેની અડફેટે આવી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે
ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક ખાનગી વાહન મારફતે રણુંજ સારવાર માટે લઈ જવાયો હતો, પરંતુ તેનું મોત થયું હતું. આશાસ્પદ યુવકનાં મોતની ઘટનાથી પરિવારજનો આઘાતગ્રસ્ત બન્યા હતા. અને ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ બનાવ અંગે મૃતકના પિતા ઉમેશભાઈ ચંદુભાઈ પટેલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી સામે આવી હૈયું ધ્રુજાવી નાખતી ઘટના ! આરોપીર બાથરૂમમાં કરી આત્મહત્યા…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો