પ્રેમીને મળવા માટે કિશોરીએ આખા ગામને માથે લીધું ! ઘટના જ કઈક એવી બની કે…

એક 16 વર્ષની કિશોરીના પ્રેમ પ્રકરણને લઈને ભારે હોબાળો મચ્યો, આ કિશોરી પોતાના પ્રેમીને મળવા માટે મધ્યરાત્રિએ ઘરમાંથી નીકળી, પ્રેમી ઘરે ના મળતા તેને હોબાળો મચાવ્યો, પરિવારજનો અને આસપાસના લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કિશોરીએ શાંત થવાને બદલે આખા વિસ્તારને માથે લીધો હતો.આ ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કિશોરી એટલી હદે જીદ પર હતી

કે તેણે પોતાની વાત મનાવવા માટે પરિવાર અને સ્થાનિકો સાથે પણ ઘર્ષણ કર્યું હતું. મામલો બિચકતા જોઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કિશોરીને સમજાવવાના પ્રયાસો કર્યા હતા અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું

કે કિશોરી સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકના સંપર્કમાં આવી હતી.પોલીસ દ્વારા કિશોરી અને તેના પરિવારને સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સગીર વયની દીકરીઓના આવા વર્તનને કારણે વાલીઓમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે. નોંધનીય છે કે આ સમગ્ર હોબાળામાં કોઈ પણ પ્રકારની હિંસા કે જાનહાનિ થઈ નથી, પરંતુ અડધી રાત્રે થયેલા આ તમાશાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરે છે

આ પણ વાંચો;સસરાએ જમાઈને કિડની દાન કરી કર્યું એવું કામ કે જાણીને તમે પણ તારીફ કરશો….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment