લિફ્ટ તૂટવાને કારણે યુવાનનું થયું કરૂણ મૌત ! ઘટના જાણી રડી જશો…

મળી રહેલી વિગત મુજબ, ગત મોડી રાત્રે નવાઝ પોતાના સાથેના એક ટેક્નિશિયન સાથે ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સની લિફ્ટમાં મેન્ટેનન્સનું કામ કરી રહ્યો હતો. કામ દરમ્યાન અચાનક લિફ્ટનો એક મહત્વનો બોલ્ટ છૂટી જતાં લિફ્ટ જોરદાર ગતિથી નીચે ધસી આવી. એ સમયે લિફ્ટની અંદર રહેલા નવાઝ સીધા સાથે જ નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો.

ઘટનાની જાણ થતાં જ સ્થળ પર હાજર લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી અને નવાઝને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલ પહોંચાડ્યો. જો કે, હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના ડોક્ટરોની તમામ કોશિશો છતાં નવાઝને બચાવી શકાયો નહીં અને તેને મૃત જાહેર કરાયો. પ્રાથમિક રિપોર્ટ મુજબ નવાઝને માથા અને છાતીમાં ગંભીર ઘા લાગ્યા હતા.

આ કરુણ બનાવની માહિતી મળતા જ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. લિફ્ટની મરામત અને જાળવણી માટે જવાબદાર કંપની સામે કાર્યવાહી કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.

એકમાત્ર કમાણી કરનારા નવાઝના અચાનક અવસાનથી સમગ્ર સોરઠીયા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેઓ લિફ્ટોની નિયમિત ચકાસણી તથા સલામતીના ધોરણોની કડક અમલવારી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો:પાણીની ટાંકીએ લીધો 3 વર્ષના બાળકનો જીવ ! ઘટન જાણી કંપી ઊઠશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment