રોશન ભાભી બાદ સોનુંએ ખોલી તારક મહેતા શોની પોલ ! કહ્યું મેકઅપ રૂમમાં થતું હતું આવું…

રોશન ભાભી બાદ હવે સોનુએ પણ તારક મહેતા કા ઊલ્ટા ચશ્માના મેકર્સ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શોમાં સોનુનું પાત્ર ભજવનારી પલક સિંધવાનીએ મેકર્સની પોલ ખોલ નાખી છે. તેણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ટીવીને આપેલા એક્સક્લૂઝિવ ઈન્ટર્વ્યૂમાં શોના મેકર્સ વિરૂદ્ધ સણસણતા આરોપો લગાવ્યા છે. તેની સાથે દુર્વ્યવહાર કરાયો હોવાથી લઈ માનસિક ત્રાસ આપવાનો અને કરિયર ખતમ કરી નાખવાની ધમકી આપ્યાનો

પણ આરોપ પલક દ્વારા મેકર્સ પર લગાવાઈ રહ્યો છે. તેણે આવા એક એક કિસ્સાઓ પર પ્રકાશ પાડ્યો હતો જ્યાં તેની સાથે ખરાબ વ્યવહાર થયો હતો. તેણે વધુમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે હજુ સુધી તારક મહેતા કા ઊલ્ટા ચશ્માનાં મેકર્સે તેના 21 લાખ રૂપિયા પણ ચૂકવ્યા નથી. તેની સાથે 12 કલાક કામ કરાવાય છે અને ધમકીઓ પણ આપવામાં આવે છે એવો દાવો એક્ટ્રેસે કર્યો છે.કોન્ટ્રાક્ટ કોન્ટ્રોવર્સીને લઈને તારક મહેતા કા ઊલ્ટા ચશ્માની એક્ટ્રેસ પલક સિંધવાનીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

તેણે મેકઅપ રૂમમાં બનેલી એ ઘટના અને બાદમાં તેનું ધ્રુસકે ધ્રુસકે રડવું એ તમામ વાત પર પ્રકાશ પાડ્યો છે. પલકે કહ્યુ કે મેં જેવો જ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શો છોડવાનો નિર્ણય કર્યો કે તરત જ મેકર્સના તેવર બદલાઈ ગયા હતા. તેણે આરોપ લગાવ્યો કે મેકર્સે તેની સાથે ખરાબ વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં તેની કારકિર્દી ખતમ કરવાની પણ ધમકી આપી દીધી હતી. પલક સિંધવાની તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકા ભજવતી હતી. જેમાં વ્યૂઅર્સે તેને અપનાવી પણ લીધી હતી. પરંતુ જેવું એણે શો છોડવાનું કહ્યું કે તરત જ બુ બદલાઈ ગયું હતું.

આ ઓન વાંચો;સૈફઅલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થઈ ધરપકડ ! નામ જાણી ચોંકી જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment