ધર્મેન્દ્રના વિસર્જન દરમિયાન રડી પડ્યા બોબી દેઓલ ! જાણો આખી માહિતી…

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને ‘હી-મેન’ તરીકે જાણીતા ધર્મેન્દ્ર 24 નવેમ્બરે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી ચૂક્યા છે. પરિવારજનોએ આજે સવારે (3 ડિસેમ્બર) કડક સુરક્ષા વચ્ચે હરિદ્વારના ગંગા નદીમાં વિધિ-વિધાન સાથે સ્વર્ગસ્થ અભિનેતાના અસ્થિનું વિસર્જન કર્યું હતું. આ દરમિયાન સની દેઓલ, બોબી દેઓલ અને પૌત્ર કરણ દેઓલ સહિત પરિવારના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

અસ્થિ વિસર્જન દરમિયાન સમગ્ર પરિવાર અત્યંત ભાવુક જોવા મળ્યો હતોદેઓલ પરિવાર હરિદ્વારમાં ગંગા કિનારે આવેલી 100 વર્ષ જૂની હવેલી ‘પિલિભીત હાઉસ’ પહોંચ્યો હતો. વિસર્જનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં દેઓલ પરિવારના સભ્યો સફેદ વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે.

પૌત્ર કરણ દેઓલ અસ્થિઓને નદીમાં વિસર્જિત કરતા દેખાયા હતા, જ્યારે સની અને બોબી દેઓલ કરણને ભેટીને સાંત્વના આપી રહ્યા હતા. આ દરમિયાન પરિવારના સભ્યો એકબીજાને ગળે મળીને પોતાનું દુઃખ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.24 નવેમ્બરના રોજ 89 વર્ષના ધર્મેન્દ્રનું ઉંમર સંબંધિત બીમારીઓના કારણે નિધન થયું હતું.

મુંબઈના વિલે પાર્લે સ્મશાન ઘાટ પર તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરાયા હતા. હરિદ્વારમાં અસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ થયા બાદ દેઓલ પરિવાર તરત જ એરપોર્ટ જવા રવાના થઈ ગયો હતો.

આ ઓન વાંચો:દાદા સાથે મસ્તી કરી રહ્યો હતો ટેણિયો ! ખુરસી નીચે દબાયો પછી જે થયું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment