જયા બચ્ચને લગ્નને લઈને કહી ખુલ્લેઆમ આવી વાત ! જયા બચ્ચન નવ્યાને સબંધોથી રાખવા માંગે છે દૂર…

જયા બચ્ચન અને અમિતાભ બચ્ચનના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, અને તેમના સંબંધો વિશે ઘણીવાર જગજાહેર ચર્ચા થઈ છે. જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હોવા છતાં અમિતાભ બચ્ચનનું નામ રેખા સાથે જોડાયું હતું, અને તેમના અફેરની ચર્ચા વાયુવેગે સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી. જોકે, આ કપલે તેમના સંબંધો પર ક્યારેય પ્રતિક્રિયા આપી નથી, પરંતુ રેખાની અમિતાભ બચ્ચન સાથેની નિકટતાને કારણે અભિનેત્રી અને જયા બચ્ચન વચ્ચે દાયકાઓથી અંતર આવ્યું છે.

કોઈપણ ઇવેન્ટ હોય કે જાહેર કાર્યક્રમો બંને વચ્ચેનો તણાવ સ્પષ્ટ જોવા મળે છે. આ બધાની વચ્ચે જયા બચ્ચને હાલમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તેનો લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, અને ક્યારેય તેની પૌત્રી નવ્યા નવેલી નંદાને લગ્ન કરવાની સલાહ આપશે નહીં.જયા બચ્ચને ‘વી ધ વુમન’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, લગ્ન કરવા એ હવે જૂના જમાનાની માન્યતાઓ છે

અને વાતચીતમાં જયા બચ્ચને સ્પષ્ટ કહી દીધું હતું કે, હવે સંબંધો પરથી તેનો વિશ્વાસ ઉઠી ગયો છે. દિગ્ગજ અભિનેત્રી આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, તે નથી ઇચ્છતી કે તેની પૌત્રી નવ્યા નવેલી નંદા ક્યારેય લગ્ન કરે. કારણ કે હવેના જમાનામાં સંબંધો માટે લગ્ન કરવા એ જરૂરી નથી.જયા બચ્ચને વધુમાં જણાવ્યું હતું કે

હું નથી ઇચ્છતી કે નવ્યા લગ્ન કરે.’ તેના પર દિગ્ગજ અભિનેત્રીને પૂછવામાં આવ્યું છે કે, શું તેમને લાગે છે કે લગ્ન જૂની પરંપરા છે? તો જયા હા, બિલકુલ કહીને સંમતિ દર્શાવી હતી. હું હવે દાદી છું. નવ્યા થોડા દિવસોમાં 28 વર્ષની થઈ જશે. હું એટલી વૃદ્ધ થઈ ગઈ છું કે, આજની છોકરીઓને લગ્નની કોઈપણ સલાહ ન આપી શકું. ઘણું બધું બદલાઈ ગયું છે, અને આજના નાના બાળકો એટલા સ્માર્ટ છે કે તેઓ તમને પાછળ છોડી દેશે.’

આ પણ વાંચો:સમાંથા રૂથ પ્રભુએ કર્યા આ વ્યક્તિ સાથે બીજા લગ્ન ! જુઓ તસવીરો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment