કેટલાય સમયથી ચાલતી અટકળો બાદ હવે સામંથા રૂથપ્રભુ અને ધ ફેમિલી મેનના કો-ક્રિએટર રાજ નિદિમોરુએ લગ્ન કરી લીધા છે. આ બંનેના બીજા લગ્ન છે. આ લગ્નને બંનેએ ખૂબ પ્રાઈવેટ રાખ્યા છે અને ખાલી નજીકના લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો. સામંથા લાલ સાડીમાં તથા રાજ સફેદ કુર્તા-નેહરુ જેકેટ કોમ્બિનેશન ફેન્સને પસંદ આવ્યું. લગ્નની તસવીરો બંનેએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે.
જ્વેલરીમાં સિમ્પલ પણ સ્ટાઈલિશ ચોઈસ-સામંથાની જ્વેલરી ચોઈસે પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તેણે બસ ગળામાં કંદનનો હેવી કોચર સેટ પહેર્યો હતો અને કાનમાં ઝૂમખા હતા, જ્યારે હાથમાં સુંદર ગોલ્ડ કંગનનો સેટ હતો.આપને જણાવી દઈએ કે, સામંથા પોતાના પહેલા લગ્નમાં ટેમ્પલ જ્વેલરી પહેરી હતી
જેમાં ટેમ્પલ વેસ્ટ બેન્ડથી લઈને માંગ ટીકો અને નેકલેસ સામેલ હતો, જેનાથી તેનો લુક ખૂબ જ લક્ઝૂરિયસ અને ટ્રેડિશનલ દેખાતો હતો. જ્યારે આ વખતે તેની જ્વેલરી સ્ટાઈલ સિમ્પલ પણ ખૂબ જ ગોર્જિયસ અને ક્લાસી હતી, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.મેકઅપની વાત કરીએ તો, સામંથાએ પહેલા લગ્નની તુલનામાં આ વખતે હળવો અને નેચરલ લુક પસંદ કર્યો હતો.
હેર સ્ટાઈલ માટે તેણે પોતાના વાળને બનમાં સેટ કર્યા અને તેના પર સફેદ ગજરો લગાવ્યો હતો. તેનો મેકઅપ ખૂબ જ સોફ્ટ અને નેચરલ હતો, જેનાથી તેનો ચહેરો ખીલેલો લાગ્યો અને ફ્રેશ દેખાઈ રહ્યો હતો. નેચરલ લુકે તેના લાલ લહેંગા અને સોનેરી જ્વેલરી સાથે પરફેક્ટ બેલેન્સ બનાવ્યું.
આ પણ વાંચો;શા માટે છૂપી રીતે કરવામાં આવ્યા ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર ! કારણ જાણી રડી જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો